Skip to Content

પ્રભુ શ્રી ગોપાલલાલજી નું સાતમું અને આઠમું વચનામૃત

24 October 2025 by
Bansi Joshi
| No comments yet
વચનામૃત સાતમાં માં લાલભટ્ટ નામના વૈષ્ણવે પ્રદશ્મપુરાણ ના આધારે શ્રી ગોપાલલાલજી સાક્ષાત પુર્ણ પુરૂષોત્તમનો અવતાર છે અને આચાર્ય વંશમાં પણ સાક્ષાત વિશેષજ્ઞ પુરૂષોત્તમ તરીકે પ્રાગટય લીધું છે. અને કૃષ્ણાવતારની લીલાના દ્રષ્ટાંત આપીને રાસાદિક લીલા પણ તમે કરી છે એમ સાબિત કરી ને કહ્યું કે એવા પુરૂષોત્તમ આપ છો. કૃષ્ણચંદ્રને પણ યશોદાજીના ઘરની મર્યાદાનું પાલન કર્યું માટે અવતાર અવતારમાં સામર્થ્ય ઓછું હોય છે પણ આપના પ્રાગટ્ય માં અથવા અવતારમાં એવું કંઈ નથી. આપ તો પુર્ણ છો લાલભટ્ટે આ વચનામૃતની અંદર શ્રી ગોપાલલાલ આચાર્યવશમાં સર્વોપરિ પુરૂષોત્તમ છે. એવું સ્વરૂપ વર્ણન અને અવતારાદિહની લીલાની તથા સામર્થ્યની વાત પણ સમજાવી.


લાલભટ્ટની વાત સાંભળીને શ્રી ગોપાલલાલજી હસ્યા અને એકાદશ સ્કંધનો શ્લોક બોલીને મહાપુરૂષના લક્ષણ સમજાવા લાગ્યા સાવધાન પુરૂષ જ દરેક વાતને સમજી શકે છે. કારણ કે દાદાજી વલ્લભાચાર્યજી એ પુષ્ટિમાર્ગ એવો પ્રગટ કર્યો છે. વેદોકત કર્મ ભકતના સર્વ દુર કર્યા છે .જે કર્મ કરવાનો દાહ (પરિતાપ) જે અગ્નિ સમાન હતો તે જેમ વૃજભકતો ને દાવાનલના કર્મના ધર્મ સર્વે દૂર કર્યા છે. પુષ્ટિમાર્ગીય જીવને કોઈપણ વેદોકત કર્મ કરવાનું રહેતું નથી. તેમ અગ્નિ દાહની બચાવી લીધા ને તે અગ્નિ દાહને દુર કર્યો તેમ પુષ્ટિમાર્ગમાં પોતે ભક્તના સ્પષ્ટ આ વચનામૃતમાં સમજાવી રહયા છે. એવું કાનદાસ પ્રત્યે શ્રી ગોપાલલાલજી શ્રી મુખથી કહી રહયા છે જે વૈષ્ણવ હોય અને જેને દ્રઢ આશ્રય હોય તેને કોઈ કર્મ બાધ કરી શકતું નથી.


તેની ઉપર દુર્વાસા ઋષિ નું દ્રષ્ટાંત આપ્યું છે. દુર્વાસા ઋષિ એ આખા યાદવકુળ ને શાપ આપ્યો પણ ઉધ્ધવજી ભગવાનના ભક્ત અને દ્રઢ આશ્રય વાળા હોવાથી તે શાપ તેને ન લાગ્યો. એવું દ્રઢ આશ્રયનું વૃતાંત સમજાવ્યું છે. ઉપરોકત વચનામૃત ટુંકમાં છે પણ તેમાં ખુબ જ સમજાવી દેવામાં આવ્યું છે. કર્મ માર્ગનો નિષેધ પુષ્ટિમાર્ગમાં છે તે વાત સ્પષ્ટ સમજાવી દેવામાં આવી છે. આ વચનામૃત વાંચીને મનન કરશો તો મનની સર્વ ભ્રાંતિ મટી જશે એવું આ વચનામૃતમાં કહેવામાં આવ્યુ છે.


આઠમાં વચનામૃતમાં પુરૂષોત્તમદાસ મેરા નામના વૈષ્ણવે છાક લીલાના પદની ચર્ચાના સંબંધમાં શ્રી ગોપાલલાલજી ને પ્રશ્ન પુછયો છે કે ગોપી અને ગ્વાલનું શું સ્વરૂપ છે. જે શ્રીઠાકોરજી તેને વશ થઈને રહ્યા છે અને વળી તેનું જુઠણ ખાય છે? ત્યારે શ્રી ગોપાલલાલજી તે પ્રસંગ ઉપર એક શ્લોક બોલ્યા ને રાત્રે શ્લોકની સુબોધીની ઉપરનો જે ભાવ મહાપ્રભુજીએ લખ્યો છે તે કહ્યો. તે પ્રસંગની ચર્ચા ત્રણ દિવસ સુધી ચાલી પણ થોડો ઘણો ભાવ જે હતો તે શ્લોકનો અર્થ ભગવદ લીલાનો કરીને સમજાવ્યો તે માત્ર લખ્યો કારણ કે છાક લીલા તે તો સ્નેહ લીલા છે તેથી સર્વથા પ્રસંગ ન લખ્યો. ગોપી ગ્વાલનું સ્વરૂપ સમજાવ્યું કે તે તો બધા ભગવદ સ્વરૂપ છે તેથી શ્રી ઠાકોરજી એ તેવી લીલા તેની સાથે કરી જુઠણ આરોગ્યા. બ્રહ્માદિ દેવો પણ તે લીલા જોઈને આશ્વર્ય પામ્યા. કોઈ પણ નીર્ણય ન કરી શક્યા ત્યારે પુરૂષોત્તમદાસને શ્રી ગોપાલલાલજી એ કહ્યું: કે તે બધી લીલા અહીંયા હમણા ભુતલ ઉપર છે જ.


ત્યારે પુરૂષોત્તમદાસે કહ્યું તે લીલાના દર્શન અમને હમણા કેમ થતા નથી. ત્યારે શ્રી ગોપાલલાલજી એ કહ્યું કે તે લીલાના દર્શન કરવા માટે દૈવી દ્રષ્ટિ જોયે જેની દ્રષ્ટિમાં વિકાર ન હોય તેને દર્શન થાય. ત્યારે ફરીને પુરૂષોત્તમ મેરા એ પુછયું કે તેવા દર્શન કેમ થતા નથી ? ત્યારે શ્રી ગોપાલલાલજી એ કહયું કે જેની દ્રષ્ટિમાં કમળો થયો હોય તે તડકો પીળો દેખે છે. પણ તડકો થોડો પીળો છે ? જેની દ્રષ્ટિ દૈવી હોય તેને જ ભગવદ લીલાના દર્શન થઈ શકે. લૌકિક દ્રષ્ટિ કે બુદ્ધિ વાળાને ભગવદ લીલાના દર્શન થાય નહિ પછી તે મુંગા થઈ ગયા. માટે શ્રી ગોપાલલાલજી એ તે પ્રસંગમાં પોતાના વૈષ્ણવને એમ સમજાવ્યું કે ભગવદ સેવા, સ્મરણ અને ઘ્યાન તે તો વિકાર રહિત કરવું.


કામ,ક્રોધ, લોભ એ બધા તો મોહના વિકાર છે. તેનો ત્યાગ કરવો અને વૈષ્ણવે કોઈ દિવસ હર્ષ શોક ન કરવો. જે બને છે તે એક ભગવદ ઈચ્છા અનુસાર જ બને છે તેમ માનવું. ઉપરોકત વચનામૃતનો ભાવ સાંભળીને પુરૂષોત્તમદાસ મેરા ને ખુબજ આનંદ થયો. ઉપરોકત વચનામૃતમાં એમ સમજાવ્યું કે વૈષ્ણવે હંમેશા ઉંચી ભાવના અને દ્રષ્ટિ રાખવી ભગવદ લીલામા લૌકિક બુદ્ધિ કરવી નહિ. ઉંચી ભાવના અને દ્રષ્ટિ રાખવાથી કયારેક ભગવદ લીલાના દર્શન થઈ જાય. સેવા સ્મરણ અને ભગવદ લીલાનું ધ્યાન ધરતી વખતે પોતાના મનમાં કોઈ જાતનો વિકાર દોષ ઉત્પન્ન ન થવો જોયે. તેનાથી આપણું સેવા સ્મરણનું ફલ જતું રહે છે.


વૈષ્ણવ દેહ માં અલૌકિક બુદ્ધિ ન હોવી જોઈએ. આજે ઘણા સમજયા વગર ભગવદ લીલાના પદમાં દોષ બુદ્ધિ કરે છે. તેઓ એ તે લીલાના પ્રત્યક્ષ દર્શન કરેલા છે. તેનો ભાવ પણ ઉત્તમ છે. માટે વૈષ્ણવે દૈવી દ્રષ્ટિથી જોવું તો ભગવદ કૃપા અવશ્ય થશે. અને ભુતલ ઉપર જે લીલા પ્રભુ ની છે તેના દર્શન થશે. તેમ ઉપરના વચનામૃતમાં સ્પષ્ટ સમજાવવામાં  આવ્યું છે.


જય ગોપાલ 🙏🏻

in Blog
Sign in to leave a comment
પ્રભુ શ્રી ગોપાલલાલજી નું પાંચમું અને છઠું વચનામૃત